Monday, January 24, 2011

બેચેની

આજે મન વિચારો ના વમળ માં દિશા ભટકી રહ્યું છે. શેની પાછળ દોટ મૂકી છે એ ભૂલી ગયો છું અથવાતો એ મને પહેલેથી ખબર જ નહતી પણ આજે ભાન થયું છે.

આજે હું ૧ website પર ગયો lindn એવું કંઈક નામ હતું. મેં ૧ વ્યક્તિ ની profile જોઈ , નામ તો નઈ કહું, પણ ત્યારે મને થયું કે અરે! મેં મારી જિંદગી માં શું કર્યું છે? એ profile માં બહુ બધી સારી સારી વિગતો લખેલી, સારા સારા certified courses , સારી જગ્યા એ training , ખુબ જ સરસ positions of responsibility , વગેરે વગેરે.

મેં વિચાર્યું કે મારી જોડે તો આવું કઈ છે જ નઈ. મેં તો મારી જિંદગી ના ૨૦ વર્ષ ધૂળ માં કાઢ્યા. જીવન માં કદી કોઈ યોગ્ય દિશા જ નથી રહી. ૧ વસ્તુ પ્રત્યે વફાદારી જેવું કઈ છે જ નઈ. ૧ જગ્યા એ નિષ્ફળતા મળે તો તરત જ બીજી ને પકડી લેવાની(હા, ૧ બાબત છે કે જેમાં હજુ સુધી હું આવું કરી શક્યો નથી અને ખબર નઈ કરી શકીશ કે નઈ.)

મારી પસંદગી નું માં હું નઈ રાખું તો લોકો કેવી રીતે રાખશે? છેલ્લા કેટલાક દિવસો થી હું મારો પ્રોજેક્ટ સરખી રીતે કરી રહ્યો હતો પણ જેવી ૧ ઘટના ઘટી કે પ્રોજેક્ટ ને નેવે ચડાવી માં બુઠ્હા સામાન્ય ઘ્યાન ને વધારવાના પ્રયત્નો કરવામાં લાગી ગયો છું.

સાલી આ તો કોઈ જિંદગી છે? કોઈ મક્કમતા જેવું જ નથી. કોઈ ૧ વસ્તુ નથી કે જેને હું સંપૂર્ણ રીતે વરી શકું. પોકળતા વ્યાપી રહી છે. પોતાની જાત ને ગંભીર પ્રશ્નો પૂછી નાખું છું અને પછી એના જવાબ શોધવાનો પ્રયાન્ત્ન કરું છું ત્યારે ભાન થાય છે કે હું મારી જાત ને કેટલી ઓછી ઓળખું છું.

મન પર ૧ બોજા જેવું રહ્યા કરે છે. મુક્ત મને હાસ્ય કરતા બીક લાગે છે. મન મૂકી ને રડવાનું મન તો થાય છે પણ આંખો આંસુ ઓ ને પોતીકા માની બેઠી છે એટલે ૧ ટીપા માટે વલખી જવાય છે.

passion , આ શબ્દ જ જોમ ભર્યો છે. આ શબ્દ માં ખુમારી છલકાય છે. આ વસ્તુ ની ઉણપ વર્તાય છે. ધગશ કદાચ એનો પર્યાય હોઈ શકે, પણ ક્ષણિક ઘગશ કોઈ કામની ખરી?

આજે ગુણવંતભાઈ શાહ નું ૧ પુસ્તક વાંચી રહ્યો હતો "રણ તો લીલાછમ", ખુબ જ ઊંડા વ્યંગ છે એ પુસ્તક માં. એમના ઘણા બધા શબ્દો મને પોતીકા લાગે છે. પણ આ પુસ્તક વાંચતો હતો ત્યારે મને કોઈક આવી ને કહે છે કે કેમ "ગુજરાતી પુસ્તક વાંચે છે?". અરે આ તો વળી કેવો પ્રશ્ન? મારે વાંચવું છે , પછી ભલે ને એ કોઈ પણ ભાષા માં હોય, પણ નઈ લોકો ને આ વાત નથી પચતી. એ લોકો માટે તો પુસ્તક વાંચવું હોય તો ખાલી અંગ્રેજી માં જ હોવું જોઈ એ.

આજે મને એમ થાય છે કે કેમ હું લોકો ની આટલી બધી પરવાહ કરું છું? હું જેવો છું એવો જ રેહવા માંગું છું. મારે કોઈ ભારે ભારે વિષયો નથી ભણવા, કોઈ મોટા મહાવિદ્યાલય માં ભણવા માટે નથી જવું, સામાન્યજ્ઞાન મારે નથી જોઈતું. કેમ હું આટલો મજબુર છું? રોટલો રળી લેવા માટે મારે આ બધું કરવું જ પડશે? આનો અંત શું મારા અંત પહેલા આવશે. શું અત્યારે જે બંધનો છે એ મટ્ય પછી બીજા કોઈ બંધનો ઉભા નઈ થાય એની મને કોઈ બાહેંધરી આપી શકે છે?

બસ ભૂમિક , થોડો ટાઇમ સહન કરી લે પછી તો જલસા જ છે, પણ અમુક સમય પછી આ વાક્ય ફરી ફરી ને સંભળાયા જ કરે છે અને અંત નથી આવતો.

શું સામાન્ય જિંદગી જીવવું પાપ છે? B . Tech ની ડિગ્રી લેવી પડે, સારું કમાવું પડે તો જ કોઈ છોકરી આપશે , તો જ સમાજ માં લોકો પૂછશે. અરે શું ધોઈ પીવો છે આવા સમાજ ને? અરે એ છોકરી શું કામની કે જે મારી ડિગ્રી અને પગાર જોઈ ને મારી સાથે આવે.

એવું કહેવાય છે કે મહાન વ્યક્તિ ઓ એવી વસ્તુ પહેલા કરે છે કે બાકી બધા લોકો માટે અઘરી હોય, પણ ભાઈ મારે બાથી બનવું મહાન. મારે સરળ વસ્તુ પણ નથી કરવી. મારે મને ગમે એ વસ્તુ કરવી છે.

લોકો કહે છે કે માણસે મહત્વકાંક્ષી બનવું જોઈ એ, મરણ પછી પણ લોકો યાદ રાખે એવા કામ કરવા જોઈ એ, અરે પણ એ કામો કરતી વખતે પોતાની જાત ને જ ભૂલી જવાય તો લોકો ગમે તેટલું યાદ કરે એનાથીથી ફાયદો શું?

હા , આ બીજી ૧ વસ્તુ આઈ, ફાયદો. બધી વસ્તુ માં ફાયદો શોધ્યા પછી જ કામ કરવું જરૂરી છે? કોઈ કામ ખાલી કરવા ખાતર મને ને પ્રફુલ્લિત કરવા માટે ના કરાય. પણ નઈ, એવા કામ માટે ૧ ક્ષણ નો પણ સમય કાઢવો ગુનો બને છે.

ઓલી linkdn ની profile એ મને તાણ માં લાવી ને મૂકી દીધો છે? ક્યારેક તો મન ને સમજાવી લઉં કે એ profile વળી વ્યક્તિ એ એ વસ્તુ કરવા ખાતર જ કરી હશે. પણ શું હું આંખ આડા કાન કરી રહ્યો છું? એવું થાય છે કે કંઈક કરવું છે, પણ શું કરવું છે ખબર નથી. હા પણ એટલી ખબર છે કે અત્યારે જે કરી રહ્યો છું એ તો નથી જ કરવું. તો પણ ઢસરડો લીધે રાખું છું અને જેમ ચાલે છે એમ ચાલવે રાખું છું.

આજે મન બેચેન છે કારણ કે એ અમુક પ્રશ્નો ની શોધ માં નીકળ્યું છે. પણ શું મને જવાબો મળશે? કઈ જ ખબર નથી. બંધનો એટલા બધા છે કે એ મારો માર્ગ મુશ્કેલ બનાવી રહ્યા છે. આત્મખોજ માટેની આ મુસાફરી શું હું ક્યારેય પણ પૂરી કરી શકીશ?????