Wednesday, April 27, 2011

પોકળતા

ગઈકાલે મારી કોલેજ નો છેલ્લો દિવસ હતો. આમ તો હજુ ૧૬મી મે ના રોજ મારી કોલેજ કાયદાકીય રીતે પૂરી થવાની છે. પણ અમારે માટે તો જાણે ગઈકાલ નો જ દિવસ છેલ્લો હતો એમ માની ને બધા જ લોકો ગમે તે કરીને ૧-૧ પળ ને યાદગાર બનવાની મથામણ માં લાગી ગયા હતા. શરૂઆત તો ઘણી સારી રહી, કારણકે ઘણા દિવસો થી ના મળ્યા હોઈએ એવા મિત્રો સાથે મુલાકાત થઇ. બધા એકબીજા ને ભેટીને મળી રહ્યા હતા. જે લોકો એ કોલેજ ના ૪ લાંબા(૧) વર્ષો દરમિયાન ઘડીભર શાંતિ થી બેસીને વાત પણ ની કરી હોય એ લોકો આજે હસી-હસી ને વાતો કરતા. અને લોકો ની વાતો માં કોઈ ખાસ વિષય તો નઈ જ. "કેમ છે?" . "બહુ દિવસો પછી મળ્યા?". "કેવું ચાલે છે?". "આજે રાતનો શું પ્લાન છે?". "તમે તો મોટા માનસ થઇ ગયા હવે?". બસ આવા બધા પ્રશ્નો અને સામે એવાજ જવાબો. બસ બધાના મન માં એકજ વસ્તુ વ્યાપી ગઈ હતી, કે ભાઈ(૨) આજે તો કોલેજ નો છેલ્લો દિવસ છે મન મૂકી ને જલસા કરવા છે. હા, પણ અમુક લોકો તો એવાજ રહ્યા જેવા પહેલા હતા. અલગારી સંત ની જેમ કોલેજ પસાર કરી. અરે પણ આપણે છીએ કોણ એ લોકો ને આવા રૂપકો આપનારા? એમના માટે તો કદાચ એમને આપણાથી પણ વધારે મોજ-શોખ માણ્યા હશે? પણ ના, અહિયાં તો મોજ-શોખ ની એક જ પરિભાષા છે , શોર-બકોર કરી મુકવો, લોકો ને ભેટીને મળવું, પોતાના જૂથ માં રહેવાનું, અલગ અલગ પ્રકારનો ચિત્રો ખેંચાવા, લોકો ની મશ્કરી કરવી અને હંસી ઉડાવી, રાત્રે ક્યાંક બહાર ફરવા જવાનું, એકાદું movie જોઈ આવવું, જમવાનું તો બહાર જ કરવાનું, રાત્રે થાય એટલું મોડું કરવાનું, અને આ બધું પતિ ગયા પછી લોકો ની જોડે પોત-પોતાના પરાક્રમો ની વાતો કરવી અને પોતાના પરાક્રમો ને આધારે સાબિત કરવાનું કે "જલસો તો બાપુ અમે જ કર્યો છે."

મને તો એક વાત સમજાતી નથી. ગઈકાલે લોકો ને જે એકબીજા માટે અમીઝરા વહેતા હતા એ આટલા વર્ષો સુધી ક્યાં વસતા હતા? સાચી વાત તો એ છે કે આતો ખાલી એક ઉભરો હતો જે આવી ને જતો રહ્યો. દરેક માણસ ની ઈચ્છા હતી કે એ બને એટલા વધારે લોકો ને મળે, આનંદ કરે પણ આવો કામચલાઉ (temporary) આનંદ શું કામનો? movie જોવાનું એટલે જોવાનું , પછી ભલે ને ગમે તેવું હોય કે બીજી વખત(૩) પણ જોવું પડતું હોય. photos તો પડવાના અને એ પણ જાત-જાતના નખરા કરી કરી ને પડવાના. લોકો ફોટો પડાવતી વખતે હાથે કરીને બુમો પડે છે અને એ જ ટાઇમ પર કોઈ કેહેશે પણ ખરું કે "ફોટા માં અવાજ નઈ આવે", લોકો ની બૂમ પડવાનું એક કારણ એ હોય છે કે એ લોકો આજુબાજુ ના લોકો સામે પોતાની સર્વોપરીત્તા જાહેર કરવા માંગે છે. જયારે જયારે પણ કોઈ ફોટો પડાવે ફોટો ખેંચે છે ને ત્યારે ત્યારે એના મન માં ખાલી એક જ વિચાર ચાલતો હોય છે કે "આ ફોટા ને facebook પર મુકીશ તો કેટલી comments અને likes આવશે?". અને ખરા અર્થ માં તો લોકો facebook પર મુકવા માટે જ ફોટા પડાવે છે કે જેથી પોતાના મિત્ર મંડળ માં પોતાના પરાક્રમ ના પ્રમાણ આપી શકે અને પુરવાર કરે કે "જલસો તો બાપુ અમે જ કર્યો છે." અને આવાજ ફોટા બીજા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે અને ભવિષ્ય માં એ પ્રકાર નો ફોટો પડવાનો પ્રયત્ન કરે છે . "wake up sid " ચલચિત્ર નો પેલો બે પગ ની પાની ને એકબીજા પર ચડાવીને જે ફોટો બતાવ્યો છે એ જોઈ ને તો ખબર નથી કે એવા કેટલાય ફોટો લોકો એ પડ્યા હશે.(સાચું કહું ને તો મેં પણ એવા ૧-૨ ફોટા પડ્યા છે પણ હું મારી વાત ને પુરવાર કરવા માટે કહી પણ દઉં છું કે "creativity is always inspired !")

આટલું હતું ત્યાં સુધી તો ચાલી જાય, પણ જયારે કોઈ વ્યક્તિ આ પ્રકાર ના મોજ-શોખ ને વ્યર્થ માની એનાથી અળગો રહેવાનો પ્રયત્ન કરે તો એ બીજા લોકો ની નિંદા નો ભગ બને છે. "નીરસ છે સાવ" એવા કટુ વચનો સંભાળવા પડે છે. અને અમુક લોકો ને આવી બીક પણ હોય છે કે જો એ લોકો પોતાની જાત ને આવી બધી પ્રવ્ર્તુત્તિઓ માં પરોવાશે નહિ તો કોઈ પણ એમનો સ્વીકાર ની કરે એટલે તિરસ્કાર ની બીકે એ લોકો આવી પ્રવૃત્તિ માં રચ્યાપચ્યા રહેવાનો ડોળ કરે છે.

અહિયાં હું એવું સાબિત કરવા નથી માંગતો કે બહાર ફરવું , લોકો ને ભેટી ને વાત કરવી વગેરે વગેરે ખરાબ વસ્તુ છે. હું તો માત્ર એટલું જ કહેવા માંગું છું કે લોકો ને માટે અને પરાણે પરાણે શું કરવા આવા કોઈ કામ કરવા? આનંદ અને પ્રમોદ કરવા માટે કોઈ "algoridhm ના steps follow નથી કરવા પડતા", એની કોઈ એક વ્યાખ્યા છે જ નઈ, દરેક વ્યક્તિ માટે એ બદલાયા કરે છે અને આ પરિભાષા ને કોઈ ની માન્યતા ની પણ જરૂર રહેતી નથી.

ક્યારેક ખડખડાટ હાસ્ય કરતી વખતે એવો વિચાર આવે કે ખરેખર વાત માં આટલું હાસ્ય છુપાયેલું હતું કે ખાલી લોકો હસે છે અને અત્યારે તો મારે હસવું જોઈ અ એટલે હસું છું? લોકોનું અનુકરણ કરવામાં અને લોકો ને કંઈક પુરવાર કરવામાં માણસ પોતાની જાત ને જ ભૂલી રહ્યો છે અને પોકળતા ને વ્યાપક બનાવી રહ્યો છે.

અમુક ખુલાસાઓ :

૧ . મેં કોલેજ ના ચાર વર્ષો ને લાંબા નું વિશેષણ આપ્યું પણ આ તો ખાલી જે લોકો એકબીજા ને સરખી રીતે ઓળખતા નથી એ લોકો માટે લાંબા છે , મિત્રમંડળ જોડે તો આ વર્ષો હાથ માંથી રેતી સારી પડે ને એમ પસાર થઇ જાય.

૨. "ભાઈ" શબ્દ મારી બોલી માં વણાઈ ગયેલો છે તેથી એવું કઈ ના વિચારતા કે હું સ્ત્રીઓને ગણતો જ નથી.

૩. મેં "dum maro dum " બીજી વખત જોયું હતું એટલે મેં એ વાત નો ઉલ્લેખ કર્યો હતો.

4 comments:

  1. mast 6e... !! taro photo delete have. kaik plan to banav malvano ..?

    ReplyDelete
  2. @alap : be yar rakh j maro photo, jo to kharo ketli comments and likes aave che.

    ane bhai maliye aapde, kaik gothviye.. tari party pending che a aapi de atle mali levay.

    ReplyDelete
  3. મિત્ર ભૂમિક( પ્રિય મિત્ર નથી કહેતો કેમકે એ શબ્દ હવે મને તુચ્છ લાગે છે.),તે તારા મનની જે વાત કહી છે તે વાંચતી વેળાએ જાણે મને મારા હ્યદયમાંથી જ અવાજ આવતો હોય તેવો અહેસાસ થયો છે,તેથી ખાસ મેં પણ મારી લાગણી અહીં મારી માત્રૂભાષા(ગુજરાતી)માં વ્યક્ત કરી છે.

    "પોકળતા"માં ભલે શબ્દો તારા હોય પણ વિચારતો મારાં જ છે, ભલે કલમ તારી હોય પણ વાકયો તો મારાં જ છે, ભલે કાગળ તારો હોય પણ દિલ તો મારું જ છે (અત્રે કલમ અને કાગળ એક રૂપક છે).

    તને ધન્યવાદ કહેવું ઉચિત નથી લાગતું,પણ આવી રીતે મારાં વિચારો,જે હું રજૂ નથી કરી શકતો એ તારા ધ્વારા આટલી સ્પષ્ટતાથી વણૅવાયા તે બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું.....

    અત્રે મારી કોઈ ભૂલ થઈ હોય તો દિલગીર છું.

    ReplyDelete
  4. @ દર્શિત : હું તારી લાગણી ઓ અને ભાવના ઓ ને વાચા આપી શક્યો એ જાણી ને કૃતાર્થતા નો અનુભવ કરું છું. તારા જેવા વાચકગણ મારા જેવા સુક્ષ્મ વ્યક્તિ ને લખવાવા માટેનું યોગ્ય મનોબળ પ્રુરુ પડી આપે છે. આ બદલ હું તારો આભાર પણ માનું છું.

    ReplyDelete